કુછ સવાલ આઝાદી કે દિન (આઝાદી છે શું ?)

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ. 

વક્ત આને પર બતા દેંગે તુજે , એ આસમાન,હમ અભી સે ક્યાં બતાયે ક્યાં હમારે દિલ મેં હૈ.- બિસ્મીલા 


આજે ખુબ મોટી વાત કરવા માંગું છું, કેવાય છે કે જન્મ ભૂમિ એ સ્વર્ગ થી પણ સુંદર છે. આજે એજ સ્વર્ગ સમાન જન્મ ભૂમિ એટલે ભારતભૂમિ (આપડું વતન, દેશ) નો સ્વતંત્ર દિવસ છે.
૧૫ august , ૧૯૪૭ નો દિવસ બધા ને યાદ છે ! આઝાદી નો દિવસ.
પણ આ આઝાદી આપણા  ને મળી કઈ રીતે ? આપણા ને આ આઝાદી ભેટ હતી , છીનવી હતી ? અને મળી છે તો શું ખરી આપડા ને મળી છે ખરી ? આઝાદી છે શું ?

બહોતો ને ફાંસી ઝૂલી હૈ,બહોતો ને ગોળી ખાઈ હૈ.

કયું ઝૂટ બોલતે હો સાહબ કી ચરખા ચાલને સે આઝાદી આયી હૈ ...


પહલા તો એ કે આઝાદી ખુબ મહેનત થી મળી છે આપડા ને , આની ખુબ મોટી કીમત ચૂકવી છે ક્રાંતિકારીઓ એ , દેશ ભક્તો એ .પણ લોકો આ કઈ રીતે ભૂલી જાય છે ? આના માટે સરકાર ને દોશી સાબિત કરવા કરતા પહેલા પોતાને પૂછવું પડે કે આપડે શું કરીયું છે દેશ માટે ?
* દેશ મા સ્વચ્છતા લાવાની કોશિશ કરી ખરી આપણે?
* દેશ મા શિક્ષા વધરવા કેટલા પ્રયત્નો આપણે કરીયા ?
* મહિલા સુરક્ષા પૂરી પાડી આપણે ?

દેશ બન્યું કઈ રીતે ? દેશ એક એક દેશ વાસીઓ થી બને છે.દેશ સમુન્દ્ર છે અને આપડે બુંદ સમાન છીએ,આપણા થી જ છે ને સમુદ્ર? ના આપણે હોઈશુ ના દેશ હશે .
પણ સવાલ એજ આઝાદી છે શું ?

શું આઝાદી ના નામ નો દુર ઉપયોગ થાય છે ? વિચારવું તો પડશે જ .
કારણ કે આજે દેશ માં આઝાદી નામ પર શું થાય છે ?
u know that ?

* દેશ ના તિરંગા નું અપમાન કરવું એ આઝાદી છે ?
* isis ના ઝાંડા લહેરાવું એ આઝાદી છે ?
* અમુક સીમા માં રહી ને સિંહ બનવું કે કોઈ મજબુર ની મજાક કરવી એ આઝાદી છે ?
* કે દેશ માં ધર્મ ના નામ ઉપર દંગા કરતા કરતા દેશ ની સંપતિ ને બાળી નાખવી એ આઝાદી છે ?
* કે ગરીબ ના ઘર દુકાન બાળી નાખવી ?
* કે મહિલાઓ જોડે અભદ્ર વહેવાર કરવો એ આઝાદી છે ?
* શું આ આઝાદી માટે લોકો એ પોતાના જાન આપી હતી ?
* કે દેશ વિરોધી નારા લાગવા એ આઝાદી છે ?
* કે પછી સૈનિક ઉપર પથ્થર મારવો એ આઝાદી છે ?
* કે દેશ વિરોધી લોકો ના પક્ષ માં ટીવી ઉપર ડિબેટ કરવી એ આઝાદી છે ?

ના આ બધી આઝાદી નથી...
તો શું છે આઝાદી ?

સો જાયેગી લિપટ કર તિરંગે કે સાથ અલમારી મેં ,

એ દેશ ભક્તિ હૈ સાહબ , સિર્ફ કુચ તારીખો પર હી જાગતી હૈ.

૧૫ august અને ૨૬ january બાદ શું થાય છે ? આ જ તિરંગો રસ્તા પર પડયો મળે છે . બસ આ છે આઝાદી ? આ જ દેશ ભક્તિ છે ? match મા ભારત હારી જાય એટલે તિરંગા ને વળી ને t-shirt મા નાખી ને આવી જવું બસ આ દેશ ભક્તિ છે ? જે તિરંગા માટે લાખો લોકો એ જાન આપી એ વિરાટ ના એક six અને ભારત ની એક match જીતવા જેટલો જ સન્માનીય છે ? કેમ match હરતા તિરંગો લહેરાવતા શર્મ આવે છે ?

આઝાદી નો સાચો મતલબ સમજવો પડશે. જો આ સમઝી ગયા અને આ સવાલ નો જવાબ મળી જશે તો આઝાદી નો ખરો મતલબ સમજાશે..

કાશ મેરી ઝીંદગી મેં સરહદ કી કોઈ શામ આયે,કાશ મેરી જિંદગી વતન કે કામ આયે .

નાં ખૌફ હૈ મોત કા,ના આરઝૂ હૈ જન્નત કી,જબ કભી નામ લે શહીદો કા, મેરા ભી નામ આયે..



                                                                          - Tushar Agrawal 


Comments

Popular posts from this blog

चौथे सर्वश्रेष्ठ नागरिक पद्मश्री सम्मानित नारायणदास जी महाराज ( त्रिवेणी वाले )